<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

અમેરિકામાં વસતા અંશ દેસાઈએ ગાય છાપ બેસનના ડાયરેકટર શ્રી નીતિનભાઈ પટેલના પૌત્ર અંશ દેસાઈએ પોતાના પહેલા પગારમાંથી અમદાવાદની શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલના હૃદય રોગ થી પીડિત બાળકો માટે દાન આપ્‍યું

સમાજનું ઋણ ચૂકવવાની તક

યુનાઇટેડ સ્‍ટેટ્‍સમાં કાર્યરત બાયોમેડિકલ એન્‍જિનિયર અંશ દેસાઇએ અમદાવાદની શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલમાં સમાજના વંચિત બાળકો પર વિનામૂલ્‍યે સારવાર આપતી હોસ્‍પિટલ માટે તેમની પહેલી કમાણીમાંથી દાન આપ્‍યું છે. સમાજ ને કઈ પાછું આપવાની તેમની ભાવના દરેક ને પ્રેરણા આપે છે. અંશ દેસાઈ ગાય છાપ બેસનના ડાયરેકટર શ્રી નીતિનભાઈ પટેલના પૌત્ર છે. તેમનો પરિવાર ઘણા વર્ષો થી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ ની સેવામાં જોડાયેલ છે. આજે શ્રી અંશ દેસાઇ અમદાવાદમાં શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલની મુલાકાત દરમિયાન રોશિકા દેસાઇ, મલ્‍હાર દેસાઈ અને અમર્ત્‍ય સાથે હતા.

તેઓ કોઈપણ અપેક્ષા વિના માનવતાની સેવા કરવાની હોસ્‍પિટલની પ્રતિબદ્ધતાથી ખરેખર પ્રભાવિત થયા. તેઓએ ૪ બાળકોને લાંબા અને સ્‍વસ્‍થ જીવન માટે આશીર્વાદ આપ્‍યા. આ બાળકોની અમદાવાદની શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલમાં મફત કાર્ડિયાક પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ બંને હોસ્‍પિટલોનો મુખ્‍ય હેતુ એ છે કે સમાજનો કોઈપણ જરૂરિયાતમંદ વ્‍યક્‍તિ પૈસાની તંગી લીધે જરૂરી સારવારથી વંચિત ન રહે. ભારતના ૮ રાજ્‍યો અને ૬૦% થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલે વિનામૂલ્‍યે હૃદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે. ‘દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી એ. પી. જે. કલામે આ હોસ્‍પિટલને ‘દિલ વિધાઉટ બીલ' ના નામથી બીર્દાવેલ છે. માસિક અવાક રૂ ૩૫૦૦૦ થી ઓછી અવાક અને ૬૫ વર્ષ થી ઓછી ઉમર વાળા હૃદયરોગના દર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે. ૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ-આઈસીસીયુ, અને કેથ લેબ ધરાવતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, કાશિન્‍દ્રા સેવા ક્ષેત્રે અનન્‍ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

(11:38 AM IST)