<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રાજ્‍યના ૧૯૯ તાલુકાઓમાં મેઘરાજાની જમાવટ ઉત્તર ગુજરાતમાં ૫.૫ ઇંચઃ કચ્‍છમાં ૪ ઇંચ

દક્ષિણ ગુજરાતમાં ૩ ઇંચ વરસાદ પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ૨ ઇંચ સુધીનો હળવો વરસાદઃ ઉકાઇ ડેમની જળસપાટી સતત વધીને ૩૨૦.૩૮ ફૂટે મધુવન ડેમના ૪ દરવાજા ખુલ્લા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ અષાઢ માસમાં મેઘરાજા જાણે ટાર્ગેટ પૂર્ણ કરવાના મૂડમાં હોય તેમ જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૩૩ જીલ્લાના ૧૯૯ તાલુકાઓમાં ૧ મીમી થી લઈ ૧૪૩ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાત પંથક માં ૫.૫ ઇંચ, કરછ પંથક માં ૪ ઇંચ, દક્ષિણ ગુજરાત પંથક માં ૩ ઇંચ અને પૂર્વ ગુજરાત પંથક માં ૨ ઇંચ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે, આજે સવાર ૮ કલાકે ડેમની જળ સપાટી ૩૨૦.૩૮ ફૂટે પહોંચી છે, ડેમમાં ૧૨૭૬૮ કયુસેક પાણીની આવક થઈ રહી છે.

જ્‍યારે દમણગંગા નદીના મધુવન ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૭૦.૫૫ મીટરે પહોંચી છે, ડેમમાં ૨૩૨૭૬ કયુસેક પાણીના ઈન્‍ફ્‌લો સામે ૨૦૮૬૪ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૪ દરવાજા ૧.૬ મીટર હજુ ખુલ્લા છે.

હવામાન ખાતા ની ભારે વરસાદ ની આગાહી ને પગલે વહીવટી તંત્ર સજ્જ છે, છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ઇડર ૧૪૦ મીમી, ધાનેરા ૧૩૧ મીમી, મુન્‍દ્રા ૯૮ મીમી, ગાંધીધામ, વડગામ અને દાંતીવાડા ૮૧ મીમી, સોનગઢ ૭૫ મીમી, વડનગર ૭૦ મીમી, ભિલોડા ૬૭ મીમી, પાલનપુર ૬૩ મીમી, ડીસા ૫૫ મીમી, વ્‍યારા અને વિસનગર ૫૪ મીમી, દશકોઈ ૫૩ મીમી, અમીરગઢ ૪૮ મીમી વરસાદ નોંધાયો છે.

જ્‍યારે સિદ્ધપુર ૪૬ મીમી, વઘઇ ૩૯ મીમી, મહુવા ૩૮ મીમી, વિજાપુર ૩૭ મીમી, ધરમપુર અને ઊંઝા ૩૬ મીમી, સતલાસણા ૩૫ મીમી, ભુજ, સુઈગામ ૩૪ મીમી, ડોલવણ, વાલોડ, મંડલ અને વાવ ૩૧ મીમી, હિંમતનગર ૩૦ મીમી, વરસાદ નોંધાયો છે.

તો ખેરગામ ૨૯ મીમી, બારડોલી ૨૬ મીમી, વડાલી ૨૫ મીમી, વાપી અને ખેરાલુ ૨૩ મીમી, ખેડબ્રહ્મા અને થરાદ ૨૧ મીમી, વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્‍ય ના ૧૨૨ તાલુકાઓમાં ૧ થી ૨૦ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

(10:31 AM IST)