તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
ગાંધીનગરના દહેગામમાં હોસ્ટેલના 100થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગની અસર
વિદ્યાર્થીઓએ બપોરે જમ્યા પછી 100થી વધુ બાળકોની તબિયત લથડી:વિદ્યાર્થીઓને આંખ-પેટની સમસ્યાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

ગાંધીનગરના દહેગામમાં હોસ્ટેલના 100થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગની અસર થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે એમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બપોરે જમ્યા પછી 100થી વધુ બાળકોની તબિયત લથડી હતી. વિદ્યાર્થીઓને આંખ-પેટની સમસ્યાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ, દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને 30 જૂનના રોજ બપોરના ભોજન કર્યા પછી શંકાસ્પદ રીતે ફૂડ પોઈઝનિંગ જેવી અસર થતા 100થી વધારે બાળકોની તબિયત લથડી છે. પહેલા 10થી 12 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જે બાદ વધુ વિદ્યાર્થીઓને લઈ આવવામાં આવ્યાં છે.
ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે તેઓને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. બપોરે ભોજનમાં રોટલી, શાક, લાડવા સહિતનું જમણવાર જમ્યા પછી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવો સહિતની તકલીફો વધી ગઈ હતી.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
