તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
રાજપીપળા પો.સ્ટે. માં ફરજ પર નીકળેલ જીઆરડી મહિલા ઘરે પરત નહી ફરતા પોલીસની મદદ લેવાઇ
પતિએ ફોન કર્યો તો હું ઈકો માં બેસી વડોદરા મંદિરે જાઉં છું તેમ કહ્યા બાદ ગુમ થયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નિકોલી નવી નગરીમાં રહેતા અને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા મહિલા ગુમ થતાં તેમના પતિએ પોલીસને જાણ કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્રભાઈ નગીનભાઈ વસાવા (રહે, નિકોલી નવીનગરી તા.નાંદોદ. જી. નર્મદા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પત્ની ગુમ થનાર ઉર્મિલાબેન નરેન્દ્રભાઈ નગીનભાઇ વસાવા( રહે. નિકોલી નવીનગરી તા.નાંદોદ જી. નર્મદા )નાઓ સવારે આઠ વાગે પોતાના ઘરેથી રાજપીપલા પો.સ્ટે. GRD માં ફરજ ઉપર જવા નિકળેલા અને સાંજે પરત ન આવતા નરેન્દ્રભાઇ એ ફોન કરી પુછતા ઉર્મિલાબેનએ જણાવેલ કે હુ ઇક્કોમાં બેસી ગઇ છું અને વડોદરા મંદીરે જાવ છું. ત્યારબાદ તેમનો ફોન સ્વીચ ઓફ આવેલ અને તેઓ પરત પણ નહી આવતા પતિ નરેન્દ્રભાઈએ આમલેથા પોલીસ ને જાણ કરતા પોલીસે ઉર્મિલાબેન ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
