તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
પાટણના ગદોસણ ગામ નજીક પેટ્રોલપંપના કર્મચારીને લૂંટનો ભેદ ઉકેલાયો :પોલીસે 6 લૂંટારુને ઝડપી 89 હજાર કબજે કર્યા
LCBએ લૂંટારૂ ગેંગને ઝડપી પાડી: લૂંટારુઓ છરીની અણીએ રોકડ રકમ 89 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

પાટણના ગદોસણ ગામ નજીક પેટ્રોલપંપના કર્મચારીને લૂંટનો બનાવ સામે આવ્યો છે. પેટ્રોલ પંપ પર કામ કરતો કર્મચારીને અજાણ્યા 6 શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાને પગલે પાટણ LCBએ ભેદ ઉકેલી કાઢ્યો છે.
પાટણના ગદોસણ ગામ નજીક પેટ્રોલપંપના કર્મચારી સાથે લૂંટના બનાવ મામલે LCBએ લૂંટારૂ ગેંગને ઝડપી પાડી છે. પાટણ તાલુકાના મહેમદપુર ગામ નજીક પેટ્રોલ પંપ ના કર્મચારી બાઈક ઉપર રૂપિયા 89 હજાર લઈ પાટણ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન લૂંટની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, પાટણના ગદોસણ ગામ નજીક પેટ્રોલપંપના કર્મચારીને 6 જેટલા શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી હતી. લૂંટના બનાવને પગલે પાટણ LCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે પાટણ LCBએ લૂંટારૂ ગેંગને ઝડપી પાડી છે. લૂંટારુ ઈસમોએ છરીની અણીએ રોકડ રકમ 89 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
પાટણ LCB પોલીસે 6 લૂંટારુઓને ઝડપી પાડી રોકડ રકમ 89 હજાર કબજે કર્યા છે. પાટણ LCBએ પકડાયેલા 6 શખ્સોપાસે થી રોકડ 89 હજાર અને એક રીક્ષા, બે બાઈક પોલીસે કબ્જે કર્યા છે. પોલીસે કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 2,84,010 કબ્જે કર્યો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
