તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે નથી મળતા વિદ્યાર્થીઓ: કોલેજ બંધ કરવા 11 કોલેજોએ GTUને દરખાસ્ત મોકલી
એન્જિનિયરિંગ કોલેજમાં પણ સીટોનો કરાયો ઘટાડો: ડિગ્રી એન્જિનિયરિંગ માં 360 બેઠકોનો ઘટાડો કરાયો: MBA ની એક કોલેજ બંધ કરવા કરાઈ હતી દરખાસ્ત.

અમદાવાદમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ના મળતા હોવાથી કોલેજ બંધ કરવા માટે 11 કોલેજ સત્તાવાળાઓએ GTU ને કરી દરખાસ્ત કરી છે. નવા શૈક્ષણિક વર્ષથી ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રવેશ ના ફાળવવા માટે 11 કોલેજોએ GTU ને દરખાસ્ત કરી છે.
એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સોમલલિત કોલેજ, નોબેલ કોલેજ દ્વારા GTU ને દરખાસ્ત કરાઈ હતી, ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં 2220 બેઠકનો ઘટાડો કરાયો છે ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પણ સીટોનો ઘટાડો કરાયો છે. ડિગ્રી એન્જિનિયરિંગ માં 360 બેઠકોનો ઘટાડો કરાયો છે .MBA ની એક કોલેજ બંધ કરવા કરાઈ હતી દરખાસ્ત. ખ્યાતિ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટે MBA અભ્યાસક્રમ બંધ કર્યો છે. ખ્યાતિ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બંધ થતાં MBA ની 30 બેઠકોનો થયો ઘટાડો છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
