તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી અતિ ભારે વરસાદ ખાબકશે :સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર
ગાજવીજ સાથે 41-61 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢમાં રેડ એલર્ટ

અમદાવાદ :રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગનું નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી અતિ ભારે વરસાદ રહેશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે 41-61 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ થી ભારે વરસાદની શકયતા છે. ઉત્તર-મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં હળવા વરસાદ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
