તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ખેડબ્રહ્માના રતનપુર ગામમાં વરસાદમાં ભેજના લીધે કાચા મકાનની દીવાલ ધરાશાયી : બે બાળકના મોત
મકાન ધરાશાયી થતા 7 વર્ષ તેમજ 4 વર્ષના બાળકના મોતથી વિસ્તારમાં અરેરાટી : અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ

સાબરકાંઠાના ખેડબ્રહ્માના રતનપુર ગામમાં વરસાદમાં ભેજના પગલે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા બે બાળકના મોત થયાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતા 7 વર્ષ તેમજ 4 વર્ષના બાળકના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી અને મકાનો ધરાશાયીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રતનપુર ગામે મકાન ધરાશાયી થતા બે બાળકના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અચાનક દિવાલ ધરાશાયી થતા 2 બાળકોના કરૂણ મોત નીપજ્યા જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનામાં સાત વર્ષ તેમજ ચાર વર્ષના બાળકના મોતથી વિસ્તારમાં અરેરાટી ફેલાઇ છે અને પરિવારજનોમાં ભારે શોક વ્યાપ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી અતિ ભારે વરસાદ રહેશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે 41-61 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ થી ભારે વરસાદની શકયતા છે. ઉત્તર-મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં હળવા વરસાદ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
