<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

અજાજ મિડીયા ટ્રસ્‍ટમાં પ્રમુખપદે પાટણના પત્રકાર રમેશભાઇ સોલંકીની વરણી

સંસ્‍થાના મહામંત્રી તરીકે ભરતભાઇ દેવમણીની સર્વાનુમતે નિમણુંક

(જયંતભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૩૦: અજાજ મીડિયા ટ્રસ્‍ટની વાર્ષિક સામાન્‍ય સભા સંસ્‍થાના પેટ્રન મૂળચંદભાઈ રાણાની અધ્‍યક્ષતામાં હાઇવે મોલ, ચાંદખેડા ખાતે તારીખ ૨૨ જૂન ૨૦૨૫ ને રવિવારે યોજાઇ હતી. આ સામાન્‍ય સભા સાથે ‘સોશિયલ મીડિયા અને આજનું પત્રકારત્‍વ' વિષય પર સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં વક્‍તા તરીકે આકાશવાણીના પૂર્વ ડેપ્‍યુટી ડાયરેક્‍ટર ભરત દેવમણીએ સુંદર માર્ગદર્શન કરી વર્તમાન સમયમાં પત્રકારત્‍વ ક્ષેત્રમાં સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રભાવ અંગે પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન  દ્વારા વિસ્‍તળત જાણકારી આપી તેના લાભાલાભ વિશે ઉપસ્‍થિત સૌ પત્રકાર બંધુઓને માહિતગાર કર્યા હતા.

આ સામાન્‍ય સભામાં વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૮ સુધીના ત્રણ વર્ષ માટેના નવા પ્રમુખ અને મહામંત્રીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે વરિષ્ઠ પત્રકાર અને આકાશવાણીના પાટણ જિલ્લાના સંવાદદાતા રમેશ એસ. સોલંકીના નામની દરખાસ્‍ત પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પરમારે રજૂ કરી હતી જેને સંસ્‍થાના સ્‍થાપક પૂર્વ પ્રમુખ અને માહિતી ખાતાના નિવળત્ત અધિક માહિતી નિયામક નટુભાઈ પરમારે ટેકો આપ્‍યો હતો. આ ઉપરાંત સંસ્‍થાના મહામંત્રી તરીકે ભરતભાઈ દેવમણિની પણ સર્વાનુંમતે નિયુક્‍તિ કરાઈ હતી.

નવા વરાયેલા પ્રમુખ રમેશ સોલંકીએ આગામી સમયમાં સંસ્‍થાનું સંગઠન વધુ સક્રિય અને મજબૂત બને તેમજ વધુને વધુ સભ્‍યો આ સંગઠન સાથે જોડાય અને તેમનો અવાજ મજબૂત બને, સંસ્‍થા વધુ ગતિશીલ બને અને અનુ.જાતિ - જનજાતિના પત્રકારોને સ્‍પર્શતા વિવિધ પ્રશ્નોનું સરકાર કક્ષાએ તેમજ વિવિધ લેવલે રજૂઆત કરી તેઓની વેદના અને પ્રશ્નોને વાચા આપી તેના નિરાકરણ માટે તેમજ પત્રકારોના સામાજિક કલ્‍યાણ અને હક્ક અધિકારો માટે સંસ્‍થાના માધ્‍યમથી સૌ સાથે મળી કામ કરવાની સંકલ્‍પના વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પ્રમુખ નટુભાઈ પરમાર તેમજ માહિતી ખાતાના નિવળત્ત અધિકારી ધીરુભાઈ કોટવાળે અનુ. જાતિ, જનજાતિના પત્રકારોને સ્‍પર્શતા માહિતી વિભાગને લગતા પ્રશ્નો અને કામગીરી બાબતે મદદરૂપ બનવાની તત્‍પરતા દર્શાવી હતી. જ્‍યારે સમાજ કલ્‍યાણ વિભાગના પૂર્વ નિયામક પ્રવીણ શ્રીમાળીએ પત્રકારત્‍વ ક્ષેત્રે અપાતા એવોર્ડ બાબતે માર્ગદર્શન કર્યું હતું.

આ પ્રસંગે સંસ્‍થાના પૂર્વ મહામંત્રી સ્‍વ. સ્‍વપિ્નલ મહેતા તેમજ સવાયા દલિત સાહિત્‍યકાર સ્‍વ. પ્રવીણ ગઢવી અને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મળત્‍યુ પામેલા દિવંગતોના માનમાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ વ્‍યક્‍ત કરવામાં આવી હતી

(3:51 PM IST)