<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

રાજ્‍યભરમાં મેઘરાજા નરમ પડયાઃ ૩૨ જીલ્લાના ૧૮૯ તાલુકાઓમાં ઝરમર થી ૩.૫ ઇંચ વરસાદ

કડી અને વિરમગામ ૩.૫, ઉમરપાડા ૨.૫ અને કલોલ ૨ ઇંચ વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  જૂન માસના અંતીમ દિવસોમાં રાજ્‍યભરમાં મેઘરાજા નરમ પડ્‍યાનુ જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૩૨ જીલ્લાના ૧૮૯ તાલુકાઓમાં ૧ થી ૯૧ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

ફ્‌લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યમાં નોંધાયેલા વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો.... કડી ૯૧ મીમી, વિરમગામ ૮૪ મીમી, ખેરગામ ૬૨ મીમી, ઉમરપાડા ૫૯ મીમી, કલોલ ૫૨ મીમી, દેત્રોજ ૪૭ મીમી, વાંસદા અને સાવલી ૪૬ મીમી, ડેડીયાપાડા ૪૩ મીમી, વઘઇ ૩૯ મીમી, સાગબારા ૩૭ મીમી, વ્‍યારા ૩૫ મીમી, પેટલાદ ૩૪ મીમી, વાપી ૩૩ મીમી, સંતરામપુર, નિઝર અને માંગરોળ ૩૨ મીમી, બાવળા, સોનગઢ, અને પલસાણા ૩૧ મીમી, ડોલવણ અને ડાંગ આહવા ૩૦ મીમી વરસાદ નોંધાયો છે. તો નવસારી અને બારડોલી ૨૯ મીમી, વાલીયા અને આણંદ ૨૮ મીમી, ધરમપુર અને માણસા ૨૭ મીમી, કામરેજ અને કુકરમુંડા ૨૬ મીમી, જલાલપોર, દશાના અને કલોલ ૨૫ મીમી, વલસાડ અને દાંતા ૨૩ મીમી, વાલોડ ૨૨ મીમી, ઓલપાડ અને ધરમપુર ૨૧ મીમી, ગાંધીનગર અને ફતેપુરા ૨૦ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્‍ય ના ૧૪૯ તાલુકા ઓ માં ૧ થી ૧૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

(2:15 PM IST)