તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ગુજરાતમાં દર વર્ષે આવતુ ભાજપ સર્જીત પુરઃ ગોપાલ ઇટાલીયા
હું વિસાવદરમાં જ રહેવાનો છુઃ ૨૦ દિવસમાં ઓફિસ ખૂલશેઃ ગોપાલ ઇટાલીયા વિસાવદરને ગુંડા મુકત કરવા મુખ્ય પ્રાધાન્ય ઇકોઝોન તો કયારેય થવા દેવામાં નહી આવે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩૦: વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણીમાં ભવ્યજીત મેળવ્યા બાદ જુનાગઢ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ લોટસ હોટલના કોન્ફરન્સ રૂમ ખાતે ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલીયાએ પત્રકાર પરિષદ યોજી હતી.
આ પત્રકાર પરિષદમાં મીડીયા સાથેની વાતચીતમાં એકરાર કર્યો હતો કે તેમની જીત પાછળ ભાજપના પણ કેટલાક લોકોનો સહકાર મળ્યો હતો. તેઓએ વધુમાં જણાવેલ કે વિસાવદરમાં પણ આખુ મંત્રી મંડળ રાજય અને કેન્દ્ર કક્ષાના નેતાઓ ગામડા ખુંદતા હતા તેમ છતા પણ કિરીટ પટેલને હાર આપી પ્રજાએ તેની ખીજ ઉતારી છે.
મારે નામ નહી પણ કામને મહત્વ આપી વિસાવદરની પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવા છે. એવા દાવા સાથે જણાવેલ કે ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા થઇ રહયા છે તે ન થાય તે માટે બેન્ક સરકારી કચેરી વનવિભાગ સહિતના સરકારી કચેરીઓના લગતા કાર્ય એક જ સ્થળે કરી અપાશે.
શપથવિધી બાદ સરકારી મીંટીગો અને કચેરીમાં અધિકારીઓને મળી પ્રજા તરફથી મળેલી વિગતો અને લોકપ્રશ્નો અંગે રજુઆત કરી નિકાલ કરવા કાર્ય કરાશે. આ ઉપરાંત વિસાવદરમાં ચોમાસાના કારણે રસ્તા અને આરોગ્યલક્ષી સમસ્યા ઉકેલાશે. દિપડાના ત્રાસ સહિતના મુદે ગ્રાઉન્ડ લેવલે કાર્યો કરવા પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ વિસાવદરને ગુંડા મુકત કરવા મુખ્ય પ્રાધાન્ય છે.
ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવેલ કે વિસાવદરમાં જીતથી ગુજરાતમાં નવી ઉર્જા નવી ચેતના જાગી છે અને હું વિસાવદરમાં જ રહેવાનો છું અને માત્ર ૨૦ દિવસમાં વિસાવદરમાં ધારાસભ્યની ઓફિસ ખુલી મુકાશે અને બાદમાં લોકોની તમામ પ્રકારની કામગીરી હોય તે કામગીરી ઓફિસથી કરવામાં આવશે અને વિસાવદર વિસ્તારમાં ઇકોઝોન તો કયારેય થવા દેવામાં આવશે નહી તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં દર વર્ષે ભાજપ સર્જિત પુર આવે છે ગુજરાતના મોટા શહેરોમાં વોકળા ઉપર બાંધકામ ગેરકાયદેસર કરેલ. જયાં જયાં પુર આવે તે ભાજપ સર્જીત છે. શહેરોમાં જ પુર કેમ આવે ગામડામાં કેમ નથી આવતા આ ભાજપનો ભષ્ટ્રાચાર હોવાના આક્ષેપો સાથે પ્રહારો કર્યા હતા
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
