News of Monday, 30th June 2025
ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રીક વરસાદ : સૌથી વધુ કડીમાં 3.6 ઇંચ :જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ
અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, સહિતના 13 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ : રાજ્યમાં હવે ચોમાસુ બરોબરનું જામ્યું હોય તેવું જોવા મળી છે. હવે દરરોજ અનેક વિસ્તારમાં હળવાથી લઇને અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઇકાલે એટલે કે, તારીખ 29 જૂનના રોજ રાજ્યના 189 તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 3.6 ઇંચ અને અમદાવાદના વિરમગામ તાલુકામાં 3.31 ઇંચ પડ્યો હતો.
ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી ચુક્યો છે.ગાંધીનગર જિલ્લાના કલોલમાં 2.05 ઇંચ, માણસા - 1.1 ઇંચ, ગાંધીનગર - 0.83 ઇંચ અને દેહગામ - 0.02 ઇંચ વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 30મી જૂનના દિવસે કોઈપણ જગ્યાએ અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી નથી. તેમજ 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
