News of Monday, 30th June 2025
CBSEની ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૧૫ જુલાઈથી શરૂ થશે
મુખ્ય પરીક્ષામાં નાપાસ તથા પરિણામ સુધારવા માગતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે - ૧૫ જુલાઈથી શરૂ થનારી પરીક્ષા ૨૨ જુલાઈના રોજ પૂર્ણ થશે

અમદાવાદ તા.૩૦: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૧૫ જુલાઈથી શરૂ કરવાનું નક્કી કરાયું છે. આ પૂરક પરીક્ષા ૨૨ જુલાઈના રોજ પૂર્ણ થશે. બોર્ડની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા હોય અથવા તો જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામ સુધારવા માગતા હોય તેઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. પૂરક પરીક્ષા પૂર્ણ થયા બાદ વહેલી તકે પરિણામ જાહેર કરાશે, જેથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે જ આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે હવે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. CBSE બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓનું સમયપત્રક સત્તાવાર રીતે જાહેર કરાયો છે. જેમાં ૧૫ જુલાઈથી પરીક્ષા શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. આ પૂરક પરીક્ષા ૨૨ જુલાઈના રોજ પૂર્ણ થશે. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પાસ કરી શકયા નથી, અથવા તો પરિણામ સુધારવા માગે છે તેઓ આ પરીક્ષા આપી શકશે.
CBSE બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર, ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૧૫ જુલાઈથી શરૂ થશે. જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના બંને -વાહોના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સવારે ૧૦-૩૦ વાગ્યે શરૂ થશે અને બપોરના ૧-૩૦ વાગ્યાના સુમારે પૂર્ણ થશે. જેમાં કેટલાક વ્યવસાયિક અને વૈકલ્પિક વિષયોની પરીક્ષા બે કલાકના સમયગાળા માટે લેવામાં આવશે. ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા ૧૫ જુલાઈથી શરૂ થશે અને ૨૨ જુલાઈના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ-૧૨ની પરીક્ષા ૧૫ જુલાઈના રોજ લેવામાં આવશે.
પરીક્ષાના પ્રથમ દિવસે સમાવિષ્ટ વિષયોમાં અંગ્રેજી વૈકલ્પિક, હિન્દી વૈકલ્પિક, ઉર્દૂ વૈકલ્પિક, સંસ્કળત વૈકલ્પિક જેવા મુખ્ય શૈક્ષણિક વિષયો અને ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, ભૂગોળ અને અર્થશાષા જેવા મુખ્ય સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા શરૂ થવાના બે સપ્તાહ પહેલા જ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતી તૈયારીઓ કરી શકશે. CBSE પૂરક પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં પાસ થઈ શકયા ન હોય અથવા વધુ સ્કોર કરવા માગતા વિદ્યાર્થીઓને તક મળશે.(૩૮.૧૦)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
