<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સુરતમાં વિકાસના કામો માટે યુવક ભીખ માગવા નીકળ્યો

એક યુવકે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો ઃસમગ્ર મામલે વિકાસના કામો ન થતા હોવાને કારણે યુવક આ રીતે ભીખ માગવા નીકળ્યો હોવાનો ખુલાસો કર્યો

સુરત,તા.૨૭તાનો વિરોધ નોંધાવ્યો હતો. યુવકને આ રીતે વિરોધ કરતો જોઈને કોંગ્રેસ આગેવાનો પણ તેની સાથે વિરોધ કરવા જોડાઈ ગયા હતા.

સુરતના પલસાણામાં જોળવા ખાતે એક યુવકે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જેમાં આ યુવક ખરેખર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

વિકાસના કાર્યો કરવા માટે યુવક ભીખ માગવા નીકળ્યો અને તેમાં પણ આ યુવક જોળવા પંચાયતની બહાર જ ભીખ માગવા બેઠો હતો. યુવક સરપંચ, તલાટી તેમજ શાળાના પ્રિન્સિપાલના નામે ભીખ માગવા નીકળ્યો હતો. જેમાં તેને જોઈને લોકો પણ નવાઈ પામી ગયા હતા.

સમગ્ર મામલે વિકાસના કામો ન થતા હોવાને કારણે યુવક આ રીતે ભીખ માગવા નીકળ્યો હોવાનો ખુલાસો કર્યો છે. આ યુવકને વિરોધ કરતો જોઈને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. સાથે જ પલસાણા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને યુવકને આ સમગ્ર મામલે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સ્થળ પર પણ લોકો જોતા રહી ગયા હતા. સમગ્ર મામલે પલસાણા પોલીસે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવકે તેની માગ પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી પોલીસે તંત્ર પાસે યુવકની માગ પૂરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપીને યુવકને સમજાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવકની ભીખ માગીને વિરોધ કરવાની પદ્ધતિથી લોકો પણ નવાઈ પામી ગયા છે. સાથે જ આ મુદ્દો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિકાસના કામોને લઈને યુવક દ્વારા ભીખ માગવામાં આવી હતી જેમાં સરપંચ, તલાટી તેમજ શાળાના પ્રિન્સિપાલના નામે યુવક ભીખ માગવા નીકળ્યો હતો.

(10:23 PM IST)