તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th June 2025
ભરૂચના કલેકટર પાર્થ જયસ્વાલે પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રા.શાળા- બાલવાટિકામાં શાળા પ્રવેશ કરાવ્યો
નાયબ કલેકટરએ બાળકોને સ્કૂલ બેગ, પુસ્તકો,નોટબુક સહિતની શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભરૂચના ખાસ જમીન સંપાદન અધિકારી, નાયબ કલેકટર પાર્થ જયસ્વાલના હસ્તે નેત્રંગ તાલુકાની પી.એમ. શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાલવાટિકા માં ૩૬ બાળકોને ખાસ જમીન સંપાદન અધિકારી, નાયબ કલેકટર પાર્થ જયસ્વાલે બાળકોને સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબુક સહિત ની જરૂર શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શરૂઆતમાં સુંદર સંગીતના વાદ્ય સાથે પ્રાર્થના કરવામાં આવી હતી જેના દ્વારા સુંદર વાતાવરણ ઊભું થયું હતું જેના દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાવવા આવેલ અધિકારી ભરૂચના ખાસ જમીન સંપાદન અધિકારી, નાયબ કલેકટર પાર્થ જયસ્વાલ પણ પ્રભાવિત થયા હતા અને શાળાના તેમજ શિક્ષકોના વખાણ કર્યા હતા.
ખાસ જમીન સંપાદન અધિકારી, નાયબ કલેકટર પાર્થ જયસ્વાલ દ્વારા બાળકોને સુંદર શિક્ષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. અને શાળામાં અનેક ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ શાળા પ્રવેશોત્સવ બાદ વાલીઓ તેમજ SMC સભ્યો સાથે વિશેષ ચર્ચાઓ કરી, શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાર્થ જયસ્વાલ, CRC નેત્રંગ લાયઝન અધિકારી વિજયભાઈ એમ.વસાવા, થવા ગ્રામ પંચાયત સરપંચ સુશીલાબેન વસાવા, તલાટીકમ મંત્રી, SMC સભ્યો, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
