તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th June 2025
ભરૂચ મનરેગા કૌભાંડ : કોંગ્રેસ આગેવાન હીરા જોટવા બાદ હવે તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ
આમોદ જંબુસર અને હાસોટ તાલુકામાં મનરેગા 58 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડ સામે આવ્યું હતું

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું. આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કોંગ્રેસ આગેવાન હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનિય છેકે ગઇકાલે હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ કરાઈ હતી. પોલીસ હાલ તેમની પૂછપરછ કરી રહી છે.
ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસી નેતા હીરા જોટવા અને હાંસોટ ટીડીઓ ઓફિસનો કર્મચારી રાજેશ ટેલરની અટકાયત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને હાસોટ તાલુકામાં મનરેગા 58 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડ સામે આવ્યું હતું.વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કરાયાની ફરિયાદ નોંધાય હતી.
મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાયા સરકારી કર્મચારી અને અધિકારીઓના મેળાપીપણાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ગુનો દાખલ કરાવ્યો હતો. વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. બંને એજન્સીઓના પ્રોપરાઇટર પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે નામ જોગ ફરિયાદ દાખલ કરાઈ છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
