<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

નવસારી જિલ્લાના છ તાલુકામાં વરસાદ :ભારે વરસાદથી અનેક રસ્તાઓમાં પાણી ભરાયા: વાહન ચાલકોને હાલાકી.

ખેરગામ 4.69 ઈંચ.ચીખલી 4.53 ઈંચ.ગણદેવી 4 ઈંચ.અને નવસારી 2.80 ઈંચ વરસ્યો : જલાલપોર અને વાંસદામાં બે બે ઇંચ વરસાદ .

નવસારી જિલ્લાના છ તાલુકામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધારે ખેરગામમાં પોણા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે સવારે ખેરગામ, ચીખલી, જલાલપોર અને વાસંદામાં વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લાના ખેરગામ 4.69 ઈંચ.ચીખલી 4.53 ઈંચ.ગણદેવી 4 ઈંચ.નવસારી 2.80 ઈંચ.જલાલપોર 2 ઈંચ.અને વાસંદા 2 ઈંચ વરસાદ વરસ્યો હતો .

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું. વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી.

(1:07 PM IST)