તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
પાલનપુરના રતનપુર ગામે મહાદેવના મંદિરે શિવલિંગ પર અચાનક વીજળી પડી: શિવલિંગ ખંડિત ન થયું
શિવલિંગની આજુબાજુની જનધારાના પથ્થર ઉડીને 200 ફૂટ દૂર પડ્યા: પૂજારીનો આબાદ બચાવ

બનાસકાંઠાનાં પાલનપુર તાલુકાના રતનપુર ગામે સવારે સાત વાગે વરસતા વરસાદમાં કડાકા ભડાકા સાથે વીજળી પડી અને આ વીજળી સીધી મહાદેવના શિવલિંગ પર પડી હતી. જેમાં વીજળીને કારણે શિવલિંગ તો ખંડિત ન થયું, પરંતુ શિવલિંગની આજુબાજુની જનધારાના પથ્થર ઉડીને 200 ફૂટ દૂર પડ્યા હતા. ત્યારે આ વીજળી પડવાની ઘટનામાં પૂજારીનો આબાદ બચાવ થયો છે. શાળાએ જતા બાળકોનો અવાદ બચાવ થયો છે. મંદિરની અંદર જે માતાજીની મૂર્તિ હતી જે નંદી ભગવાનની મૂર્તિ હતી તેમને પણ કશું થયું નથી. એટલે માત્ર આ શિવજીનો ચમત્કાર માની શકાય, ગ્રામજનોનું કહેવું છે કે આ વીજળીને શિવજીએ પોતાના અંદર સમાવી લીધી છે અને જેને કારણે એક મોટી ઘટના બનતા રહી ગઈ છે.
પાલનપુર અંબાજી હાઈવે પર આવેલું રતનપુર ગામ કે જે આજે ભગવાનના ચમત્કારને લીધે ચર્ચાનું કેન્દ્ર બન્યું અને ચમત્કાર પણ એવો કે તેની અંદર પૂજા કરતા પૂજારી અને પાસેથી પસાર થતા શાળાના 25 જેટલા બાળકોનો આબાદ બચાવ થયો ઘટના છે. રતનપુર ગામની સવારે સાત વાગ્યાની જ્યાં વરસાદ શરૂ થયો હતો અને સાત વાગે કડાકા ભડાકા સાથે વીજળી પડી હતી. જોકે આ વીજળી છે એ રતનપુર ગામે આવેલા મહાદેવના મંદિરના શિવલિંગ પર સીધી પડી હતી. જોકે ચમત્કાર કહી શકાય કે આ શિવલિંગ સહેજ પણ ખંડિત થયું નથી અને શિવલિંગની આજુબાજુની જે જલધારા છે તેના પથ્થર 200 ફૂટ દૂર ઊડીને મંદિરમાંથી બહાર પડ્યા છે. સામે જે નંદીની મૂર્તિ હતી તે પણ ખંડિત નથી થઈ માતાજીની જે મૂર્તિ હતી તે પણ ખંડિત થઈ નથી. ત્યાં અંદર જે જલધારા માટે ડોલ પડી હતી તે પણ બોલને પણ નુકસાન થયું હતું.
ત્યારે આ વીજળી પડવાની જે ઘટના બની અને એ જ સમયે મહાદેવના મંદિરની બાજુમાં આવેલી શાળામાં વહેલી સવારે 25 જેટલા બાળકો શાળામાં જતા હતા. જે આ બાળકોનો આ વીજળી પડવાની ઘટનામાં આબાદ બચાવ થયો છે. જોકે ત્યાં મંદિરમાં જે પુજારી પૂજા કરતા હતા અને પૂજારી માત્ર ત્યાંથી ચા પીવા બાજુમાં ગયા અને તરત જ ત્યાં વીજળી પડવાની ઘટના બની એટલે કે પૂજારીનો પણ આબાદ બચાવ થયો છે. રતનપુરના ગ્રામજનો આને માત્ર શિવજીનો ચમત્કાર માની રહ્યા છે. આ ઘટનાને ભગવાનની કૃપા માની રહ્યા છે અને કૃપા એટલા માટે કે આ મંદિરની જે દર વર્ષે થતી પ્રતિષ્ઠા હોય છે તે બે દિવસ પછી છે અને આ ઘટના બે દિવસ અગાઉ બની છે. એટલે કે હવે આ પ્રતિષ્ઠા થઈ શકશે એનું કારણ છે કે શિવલિંગ ખંડિત થયું નથી.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
