તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 26th June 2025
રાજપીપળા દરબાર રોડ પર અનેક જગ્યા પર પડેલા 20 ફૂટ જેવા ઊંડા ભુવા કોની મહેરબાની
લોકોના ઘરની આગળ જ ઊંડા ખાડા પડ્યા બાદ ભૂગર્ભ ગટર, વીજ કંપની કે ગેસ લાઇન વાળા કોઈજ જવાબદારી માથે લેતા નથી: સ્થાનિકોનો જાયે તો જાયે કહા જેવો ઘાટ, નગર પાલિકાએ ટેક્ટર ભરી છારુ નખાવ્યું છતાં ખાડો પુરાતો નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેર માં હાલ માં ભારે વરસાદમાં જનજીવન અસ્ત વસ્ત થયું હતું જેમાં રાજપીપળા દરબાર રોડ પર અનેક ઠેકાણે ઊંડા ભુવા પડતા લોકો મુશ્કેલી માં મુકાયા છે.
દરબાર રોડ પર પડેલા લગભગ વીસેક ફૂટ જેવા ઊંડા ખાડા કોની મહેરબાનીથી પડ્યા છે એ કહેવું મુશ્કેલ જણાય છે જોકે ભૂગર્ભ ગટર લાઇન વાળાને સ્થાનિકો એ ફોન કર્યો તો તેમણે જણાવ્યું કે અમે તો ગટર ની કામગીરી માટે દોઢેક ફૂટ જેટલાજ ખાડા ખોદ્યા હતા આતો ઊંડા છે, આમ તો ભૂગર્ભ ગટર, વીજ લાઇન ગેસ લાઇન જેવી ઘણી કંપનીઓ એ અંડરગ્રાઉન્ડ કેબલ અને પાઇપો નાખ્યા છે ત્યારે આટલું ઊંડાણ માં કોને ખોદકામ કર્યું એ સમજાતું નથી અને કોઇ જવાબદારી લેવા પણ તૈયાર નથી તેવામાં સ્થાનિકો નો જાયે તો કહા જાયે જેવો ઘાટ થયો છે. જોકે દરબાર રોડ ના એક ઊંડા ભુવા માં પાલિકા એ એક ટ્રેક્ટર જેટલું છારુ નાંખી આપ્યું છતાં હજુ ખાડો દેખાઈ છે તો આ ખાડો કેટલો ઊંડો હશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. હાલ આ વિસ્તારના લોકોમાં મકાન તો બેસી નહીં જાય ને તેવો ડર જણાય છે.
આ બાબતે પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે જણાવ્યું કે રાજપીપળા ની જમીન પોચી છે ઉપરાંત વારંવાર કોઈ ને કોઈ કામગીરી માટે થતા ખોદકામ ન કારણે જમીન માં પાણી નો ભરાવો થાય માટે વરસાદ માં ખાડા પડે છે ભૂતકાળમાં તો વીજ કંપની દ્વારા નંખાતા અંડરગ્રાઉન્ડ કેબલો ની કામગીરી વખતે દરબાર રોડ પર અચાનક જમણી ઢસડી પડતા અંદર કામ કરતા કામદાર ના આબાદ બચાવ થયો હતો. માટે દરબાર જેવા વિસ્તાર માં આવી ઘટના બને છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
