<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતી વડોદરાની કરુણા એમ્બ્યુલન્સ

ફિલ્ડ કક્ષાએ પણ વારંવાર શસ્ત્રાક્રિયા કરીને પશુ પક્ષીને નવું જીવનદાન આપતી 1962 ની કરુણા એનિમલ એમ્બ્યુલન્સ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજયના પશુપાલન વિભાગ અને ઈએમઆરઈ ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી વડોદરા જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે વડોદરા શહેરમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયું છે.

વડોદરા શહેરના એકતા નગર આજવા રોડ વિસ્તારમાં રખડતું શ્વાન ને પગમા કોઈ તકલીફ જણાતા ઈસ્માઈલ કુરેશી એ પશુ હેલ્પલાઇન નંબર ૧૯૬૨નો સંપર્ક કર્યો એટલે ભૂતડી ઝાંપા ઉપરથી ૧૯૬૨ ની ટીમ તાત્કાલિક સ્થળ એકતા નગર આજવા રોડ ખાતે પહોંચી હતી. ફરજ પર ના ડૉ. ચિરાગ પરમાર તથા તેમના પાયલોટ કમ ડ્રેસર મહેશભાઈ હઠીલા ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા શ્વાન ના પગમા ગાંઠ હતી જે કેન્સર ની નિશાની છે, ડૉ. ચિરાગ પરમારે બે કલાક જેટલી મહેનત બાદ શ્વાનના કેન્સરગ્રસ્ત પગની ગાંઠ શસ્ત્રક્રિયાથી હટાવીને શ્વાનના જીવનુ જોખમ ટાળ્યું હતુ.આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ ૧૯૬૨નો લાભ લીધેલ હતો તેમણે ગુજરાત સરકાર ની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી. વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર સાગર પટેલ અને પ્રોગ્રામ મેનેજર ડો. પંકજ મિશ્રાએ આ કાર્યની સરાહના કરી હતી.

(10:50 PM IST)