તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 26th June 2025
રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં સાઉથ ઝોન નગરપાલિકા કમિશનર સંજયકુમાર વસાવાએ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો
શિક્ષણ એ સફળ જીવન માટેનો મજબૂત પાયો છે: સંજયકુમાર વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય “કન્યા કેળવણી મહોત્સવ” અને “શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫” અંતર્ગત પ્રથમ દિવસે સરકારી હાઈસ્કૂલ, રાજપીપળામાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની ઉજવણી દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, બાદમાં શાળાની વિધાર્થિનીઓએ સમૂહ પ્રાર્થનાગાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાઉથ ઝોન નગરપાલિકા કમિશ્નર સંજયકુમાર વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે ધોરણ ૯ ૧૧ ના કુલ ૮૧ વિધાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. તથા શૈક્ષણિક કીટ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ વેળાએ કમિશનર સંજય વસવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ લાભદાયી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. જેના થકી બાળકોનો સર્વાગી વિકાસ કરવામાં આવે છે. આજના ટેકનોલોજી યુગમાં હરીફાઈ વધી રહી છે ત્યારે વિધાર્થીઓએ પુસ્તકનું ભણતર ઉપરાંત આજુબાજુની પુરક પરિસ્થિતિ અને નોલેજ મેળવવા ઉપર ભાર મુકવો જોઈએ. તેમણે કહ્યું કે શિક્ષણ એ સફળ જીવન માટેનું મજબૂત પાયો છે.
શાળાના વિદ્યાર્થીઓએ પણ આ અવસરે વિવિધ વિષયો પર વ્યકત્વ રજૂ કર્યા હતાં. શાળામાં ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં શાળામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તેમજ ૨૧ મી જૂન યોગ દિવસ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ સહિત પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, નગરપાલિકા સભ્ય જ્યોતિબેન શુક્લા, લાયઝન અધિકારી કલ્પેશ વસાવા, શાળાના આચાર્ય ટી.આઈ. સોલંકી, મુખ્ય શિક્ષક પી.ડી.વસાવા સહિત ગામ અગ્રણીઓ અને ગ્રામજનો તેમજ શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
