તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નગરયાત્રાએ નીકળે તે પૂર્વે કોંગ્રેસના નેતાઓએ રથ પૂજા કરી
ભગવાનના દર્શન બાદ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનીજનતાની સુખાકારી, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નગરયાત્રાએ નીકળે તે પૂર્વે કોંગ્રેસના નેતાઓએ આજે રથ પૂજા કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વિપક્ષના નેતાઓ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભ્રાતા બલરામના રથનું પૂજન કરતા હોય છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ જગન્નાથ મંદિરે આવીને પૂજા કરી હતી. ભગવાનના દર્શન બાદ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનીજનતાની સુખાકારી, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. ધર્મ ભાષાના ભેદભાવ વગર લોકો સાથે મળી રાજ્યના વિકાસમાં યોગદાન આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે. તમામ લોકોને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
