તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી હાલ 17 ફુટ પર વહી રહી છે : નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

તાપી ડાંગ અને સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં દેમાર વરસાદના કારણે સપાટીમાં વધારો થતા નવસારી મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે. 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી હાલ 17 ફુટ પર વહી રહી છે જેને લઇને નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
