News of Thursday, 26th June 2025
નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો: જલાલપોર , ગણદેવી, ચીખલી, ખેરગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ભારે વરસાદના કારણે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ; કાવેરી નદીના પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાના તાંડવ થયુ છે. નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. 24 કલાકમાં વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. કાવેરી નદીના પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
