News of Thursday, 26th June 2025
ગુજરાત પર મેઘો મહેરબાન! : બપોરના ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન ૨૩ જિલ્લાના ૯૬ તાલુકામાં વરસાદ નોંધાયો : રાજકોટ શહેરમાં ૧.૭૩ ઇંચ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ
પોરબંદરના રાણાવાવમાં ૩.૦૩ ઇંચ, મહેસાણામાં ૨.૨૪ ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં ૨.૧૭ ઇંચ, જુનાગઢના માળીયા હાટીનામાં ૨.૧૭ ઇંચ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પણ ૨.૧૭ ઇંચ સાથે આ પાંચ તાલુકાઓ અગ્રેસર

ગાંધીનગર, તા. ૨૬ : રાજ્યમાં મેઘરાજાએ બપોરના સમયે પણ પોતાની ધુઆંધાર બેટિંગ ચાલુ રાખી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીના ચાર કલાકના ગાળામાં રાજ્યના કુલ ૨૩ જિલ્લાના ૯૬ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી.
બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમિયાન વરસાદની સ્થિતિ:
આ બે કલાકના ગાળામાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં સૌથી વધુ ૨.૨૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ ગીર સોમનાથના તાલાલામાં ૨.૧૭ ઇંચ, પોરબંદરના કુતિયાણામાં ૧.૮૫ ઇંચ અને રાજકોટના લોધિકામાં પણ ૧.૮૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુરના કવાંટમાં ૧.૫૦ ઇંચ, સુરત શહેરમાં ૧.૧૪ ઇંચ, જૂનાગઢના કેશોદ અને જામનગરના જામજોધપુરમાં ૦.૯૮ ઇંચ, ખેડાના મહેમદાવાદમાં ૦.૯૪ ઇંચ અને નવસારીમાં ૦.૯૧ ઇંચ વરસાદ પડ્યો હતો.
આ સમયગાળામાં અમરેલીના રાજુલા (૦.૭૯ ઇંચ), કુંકાવાવ-વડિયા (૦.૭૧ ઇંચ), મહેસાણાના જોટાણા (૦.૭૧ ઇંચ), દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર (૦.૭૧ ઇંચ), જૂનાગઢના માળીયા હાટીના (૦.૬૭ ઇંચ) અને માણાવદરમાં (૦.૬૭ ઇંચ), મેંદરડા (૦.૬૩ ઇંચ), માંગરોળ (૦.૬૩ ઇંચ), ભાવનગરના ઉમરાળા (૦.૬૩ ઇંચ), જૂનાગઢ શહેર (૦.૫૫ ઇંચ), ભાવનગરના તળાજા (૦.૫૫ ઇંચ) અને જૂનાગઢના વિસાવદરમાં (૦.૫૧ ઇંચ) સારો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી (૦.૪૭ ઇંચ), તાપીના ડોલવણ (૦.૪૩ ઇંચ), જૂનાગઢ (૦.૪૩ ઇંચ), સુરેન્દ્રનગરના લીંબડી (૦.૪૩ ઇંચ), ભરૂચના વાલીયા (૦.૩૫ ઇંચ), સુરતના ચોર્યાસી (૦.૩૫ ઇંચ), વલસાડના પારડી (૦.૩૧ ઇંચ), સુરતના ઓલપાડ (૦.૩૧ ઇંચ), મહેસાણાના બેચરાજી (૦.૩૧ ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડા (૦.૩૧ ઇંચ), વલસાડના ધરમપુર (૦.૨૮ ઇંચ) અને ડાંગ-આહવા (૦.૨૮ ઇંચ) માં પણ નોંધપાત્ર વરસાદ રહ્યો હતો.
આ ઉપરાંત, નવસારીના ગણદેવી (૦.૨૪ ઇંચ), સુરતના માંગરોળ (૦.૨૪ ઇંચ), ભરૂચના અંકલેશ્વર (૦.૨૪ ઇંચ), વલસાડના કપરાડા (૦.૨૪ ઇંચ), છોટાઉદેપુરના કવાંટ (૦.૨૪ ઇંચ), રાજકોટના જેતપુર (૦.૨૪ ઇંચ), ભરૂચના નેત્રંગ (૦.૨૪ ઇંચ) સહિત ૬૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
બપોરે ૨ થી ૪ વાગ્યા દરમિયાન વરસાદની સ્થિતિ:
બપોરના ૨ થી ૪ વાગ્યાના ગાળામાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ ૩.૦૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ જૂનાગઢના માળીયા હાટીના અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨.૧૭ ઇંચ, રાજકોટ શહેરમાં ૧.૭૩ ઇંચ, જૂનાગઢના માંગરોળમાં ૧.૬૫ ઇંચ અને જામનગરના જામજોધપુરમાં ૧.૫૭ ઇંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના વઢવાણમાં ૧.૩૮ ઇંચ, અમરેલીના રાજુલામાં ૧.૩૪ ઇંચ, ભાવનગરના ઉમરાળામાં ૦.૯૪ ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલા અને પોરબંદર શહેરમાં ૦.૯૧ ઇંચ, ભાવનગરના ઘોઘામાં ૦.૭૯ ઇંચ, વલસાડના વાપીમાં ૦.૬૩ ઇંચ અને રાજકોટના પડધરીમાં ૦.૫૯ ઇંચ વરસાદ નોંધાયો.
આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકાના ભાણવડ (૦.૫૫ ઇંચ), ગીર સોમનાથના તાલાલા (૦.૫૧ ઇંચ), અમરેલીના ખાંભા (૦.૫૧ ઇંચ), સુરેન્દ્રનગરના મુળી (૦.૫૧ ઇંચ), વલસાડના ઉમરગામ (૦.૪૭ ઇંચ), અમરેલીના લાઠી (૦.૪૭ ઇંચ), નવસારીના જલાલપોર (૦.૪૩ ઇંચ), સુરતના માંગરોળ (૦.૩૯ ઇંચ), ડાંગ-આહવા (૦.૩૯ ઇંચ), બનાસકાંઠાના દાંતીવાડા (૦.૩૫ ઇંચ), લાખણી (૦.૩૫ ઇંચ), જામનગરના જોડિયા (૦.૩૫ ઇંચ), વલસાડના પારડી (૦.૩૧ ઇંચ), અમરેલીના બાબરા (૦.૨૮ ઇંચ), વલસાડ (૦.૨૮ ઇંચ), સુરેન્દ્રનગરના ચુડા (૦.૨૮ ઇંચ), રાજકોટના જસદણ (૦.૨૮ ઇંચ) અને ભાવનગર (૦.૨૮ ઇંચ) માં પણ વરસાદ થયો.
આ બે કલાકમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા (૦.૨૪ ઇંચ), બોટાદના રાણપુર (૦.૨૪ ઇંચ), પોરબંદરના કુતિયાણા (૦.૨૦ ઇંચ), જૂનાગઢના કેશોદ (૦.૨૦ ઇંચ), ભાવનગરના મહુવા (૦.૨૦ ઇંચ), સુરેન્દ્રનગરના લીંબડી (૦.૨૦ ઇંચ) અને ગીર સોમનાથના સુત્રાપાડા (૦.૨૦ ઇંચ) સહિત ૬૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
રાજકોટ જિલ્લામાં બપોરે ૧૨ થી ૪ દરમિયાન રાજકોટ શહેર (૧.૭૩ ઇંચ), લોધિકા (૧.૮૫ + ૦.૨૪ = ૨.૦૯ ઇંચ), પડધરી (૦.૫૯ ઇંચ), જસદણ (૦.૨૮ ઇંચ), જેતપુર (૦.૨૪ ઇંચ), ઉપલેટા (૦.૧૨ ઇંચ) અને ધોરાજી (૦.૦૮ + ૦.૦૪ = ૦.૧૨ ઇંચ) માં સારો વરસાદ થયો છે.
કુલ મળીને, આ ચાર કલાકના સમયગાળામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં પણ આનંદ છવાયો હતો.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
