તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
આજે અને કાલે સમગ્ર દક્ષિણ-સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ પડશેઃ ર૮ જૂન સુધી અતિ ભારે મેઘસવારીઃ ગૌરવ રાણીંગા
નદી નાળા છલકાશેઃ ડેમોમાં મોટા પ્રમાણમાં આવક થશેઃ લોકોને સાવધ રહેવા અપીલ

રાજકોટ, તા. ૨૬: હાલ ગુજરાત લાગુ મધ્ય પ્રદેશના વિસ્તારો ઉપર છવાયેલી અપર એર સાયક્લોનિક સકર્યુલેશન સિસ્ટમ જે વાતાવરણની ૧.૫ કિમી થી ૫.૮ કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલી છે તે આવતી ૨૪ કલાકમાં વધુ મજબૂત થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેની અસરથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થાય અને આજે ૨૬ જૂન તેમજ આવતા બે દિવસ ૨૭-૨૮ જૂન સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ તારીખો દરમ્યાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના ગણાય જેમાં આજે ૨૬ જૂન અને આવતીકાલે ૨૭ જૂનની સવાર સુધીમાં મુખ્યતવે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર થી સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા તેમજ પૂર્વ ગુજરાત સુધીના વિસ્તારો, સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી વિસ્તારમાં વધુ અસર રહે. ઉપર જણાવેલ જિલ્લાઓમાં કેટલાક સ્થળે આવતીકાલે સવાર સુધીમાં મધ્યમ થી ભારે (બે થી પાંચ ઇંચ સુધી ) વરસાદની શકયતા રહેલી છે. આવતીકાલથી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ વરસાદનું જોર વધુ રહી શકે જેમાં સમગ્ર પヘુિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગિર સોમનાથ, રાજકોટ, કચ્છ જિલ્લો અને કચ્છ અખાત લાગુ ઉતર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.
૨૭ અને ૨૮ જૂન દરમ્યાન ઉપર જણાવેલ જિલ્લાઓમાં વરસાદની માત્રા ૫૦ ટકા વિસ્તારોમાં અર્ધા થી અઢી ઇંચ, ૩૦ ટકા વિસ્તારોમાં ૩ થી ૫.૫ ઇંચ અને અતિ ભારે વરસાદ વાળા ૨૦ ટકા વિસ્તારોમાં ૬ થી ૮ ઇંચ કે અમુક સ્થળે તેથી પણ વધુ રહેવાની સંભાવના છે જેથી આ વિસ્તારોમાં નદી નાળા છલકાય અને જળાશયોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થવાની સંભાવના હોય નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોએ ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
