<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

જૂનાગઢના વિસાવદરમાં ૫, નવસારીના ચીખલીમાં 3.98 , સુરતના બારડોલીમાં 3.46 અને કામરેજમાં 2.95 ઈંચ વરસાદ ખાબક્યો : તાલાળા ગીરની હિરણ નદી બે કાંઠે

આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ : અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી

અમદાવાદ તા.૨૬ :  ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે ગુરુવારે (26મી જૂન) સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં 4.65 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં ૫ ઈંચ, નવસારીના ચીખલીમાં 3.98 ઈંચ, સુરતના બારડોલીમાં 3.46 ઈંચ અને કામરેજમાં 2.95 ઈંચ વરસાદ ખાબક્યો છે.  ગીરની હિરણ નદી બે કાંઠે વહી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 26મી જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું  ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા છે. 

(4:05 PM IST)