<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અમદાવાદ રથયાત્રા...ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત થ્રી ડી મેપ આધારે ૨૩૮૦૦નો પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો

અમિતભાઈ દ્વારા વહેલી સવારે મંગળાઆરતી, સોનાની સાવરણી વડે મુખ્‍યમંત્રી રથ સાફ (પહિન્‍દ વિધિ) કરી રથયાત્રાનો પ્રારંભ કરશે રથોની સુરક્ષા ક્રાઈમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલના નેતૃત્‍વમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમ ફુટ પેટ્રોલિંગ દ્વારા સંભાળશે : ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બંદોબસ્‍તના સુકાની પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક પાસેથી વિસ્‍તૃત માહિતી મેળવી અને સંતોષ વ્‍યક્‍ત કર્યો : મુખ્‍ય રિહર્સલ...સીપી દ્વારા સિનિયર અધિકારીઓ ક્રાઈમ બ્રાન્‍ચ વડા, સેકટર વડા નીરજ બડ ગુજ્જર, સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ સાથે બંદોબસ્‍ત રણનીતિને આખરી ઓપ અપાઈ રહ્યો છે : ભીડ વખતે લોકોને સલામત બહાર કાઢવા એક્‍ઝિટ ડોર જેવી અદભૂત વ્‍યવસ્‍થા, ધાબાઓ પરથી જવાનો બાજ નજર રાખી રહ્યા છે સંખ્‍યાબંધ સીસીટીવી કેમેરા પણ તમામ મુમેન્‍ટ કેદ કરી રહ્યા છે

રાજકોટ તા. ગુજરાતની સહુથી મોટી અને દેશની બીજા નંબરની અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વધને પસાર થાય તે માટે સહુ પ્રથમ વખત થ્રી ડી મેપ આધારે સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે . પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક જેવા ખૂબ અનુભવી સિનિયર ips દ્વારા સુકાન સાંભળવામાં આવ્‍યું છે, ત્‍યારે ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ થી માંડી પોલીસમેન સુધી ૨૩૮૦૦ પોલીસ કાફલો જેમાં અર્ધ લશ્‍કરી દળ તથા બહારથી આવેલ પોલીસ સ્‍ટાફ અને રેપિડ એકશન ફોર્સની ટુકડીઓ દ્વારા અમદાવાદનો કબજો સંભાળી લેવાયો છે.

અદભુત ટ્રાફિક ભીડ મેનેજમેન્‍ટ હોય કે પછી ઇમરજન્‍સી વખતે લોકોને સલામત રીતે ખસેડવાની અદભુત વ્‍યવસ્‍થા પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ થયેલ છે.જેનું ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ.

પોલીસ માફક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક મકાનો સાથે ફાયર બ્રિગેડની ટુકડીઓ એમ્‍બ્‍યુલન્‍સ સાથે અનુભવી મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના નેતળત્‍વમાં ખડે પગે રહેનાર છે.

ભગવાનના ત્રણે રથની સુરક્ષા વ્‍યવસ્‍થા જવાબદારી ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણ ટીમ સાંભળવા સજ્જ બની છે. વહેલી સવારે કેન્‍દ્રીય મંત્રી અમીતભાઈ શાહ હસ્‍તે મંગળાઆરતી થશે. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી વિગેરે મંત્રી અને ટ્રસ્‍ટીઓની ઉપસ્‍થિતમા ભૂપેન્‍દ્ર ભાઈ પટેલ સોનાની સાવરણીથી રથ સાફ કરી અર્થાત્‌ પહિંદ વિધિ બાદ રથયાત્રા પ્રારંભ થશે. જોઇન્‍ટ સીપી નીરજ બડગુજ્જર, સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા વિધિ ચોધરી વિગેરે મહત્‍વની જવાબદારી સંભાળી રહ્યા છે.

(2:31 PM IST)