<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજ્‍યના ૧૪૦ તાલુકાઓમાં ઝરમરથી ૬ ઇંચ સુધીનો વરસાદ...

સાગબારા, ડોલવણ અને ઉમરપાડા ૬ ઇંચ, વઘઇ ૫ ઇંચ, કરજણ, વાંસદા અને કુકરમુંડા ૪.૫ ઇંચ ભારે વરસાદઃ ઉકાઇ ડેમની સતત વધતી જળસપાટી..૧૧૬૮૯ કયુસેક નવા પાણીની આવક

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા આ સીઝનમાં ધુંઆધાર બેટિંગ કરવાનુ નક્કી કર્યું હોય તેમ શરૂવાત થી જ ઉંચો સ્‍કોર કરી રહ્યા છે, જુન મહિનાના અંતિમ દિવસો હજુ ચાલે છે ત્‍યા સુધીમાં તો રાજ્‍ય માં ૨૬% થી વધુ વરસાદ નોંધાઈ ચૂકયો છે.

જેમાં કરછ ૨૧.૬૫%, ઉત્તર ગુજરાત ૧૭.૨૯%, પૂર્વ અને મધ્‍ય ગુજરાતમા ૩૦.૦૧%, સૌરાષ્‍ટ્રમાં ૨૬.૩૫% અને દક્ષિણ ગુજરાતમા ૨૮.૪૨% વરસાદ નોંધાયો છે.

મેઘરાજા થોડા નરમ પડ્‍યા હોવા છતા રાજ્‍યના ૨૩ જીલ્લા ના ૧૪૦ તાલુકાઓમાં ઝરમર થી ૬  ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે, જ્‍યાં મેઘરાજા નરમ પડ્‍યા છે ત્‍યાં વહીવટી તંત્ર કામે લાગ્‍યું છે, પરંતુ હજુ કેટલાય વિસ્‍તારોમાંથી પાણી ઓસર્યા નથી, હજુ તો ચોમાસાની જાણે શરૂવાત જ છે ત્‍યાં હાઇવે અને લોકલ રસ્‍તાની હાલત બિસ્‍માર બની છે, પ્રજાજનોની હાલત ખરાબ થઇ છે, વરસાદની જોરદાર એન્‍ટ્રી થી જગતનો તાત એની તૈયારીમાં લાગ્‍યો છે.

ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની આવકને પગલે બંધો અને જળાશયોની જળ સપાટી સતત વધી રહી છે, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૧૦ કલાકે સતત વધી ને ૩૧૬.૫૬ ફૂટે પહોચી છે, ડેમમાં ૧૧૬૮૯ કયુસેક પાણી ની આવક થવા પામી છે.

 ફ્‌લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યમાં નોંધાયેલા વરસાદના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો...   સાગબારા ૧૫૨ મીમી, ડોલવણ અને ઉમરપાડા ૧૪૮ મીમી, વઘઇ ૧૨૪ મીમી, કરજણ ૧૧૮ મીમી, વાંસદા ૧૧૭ મીમી, કુકરમુંડા ૧૧૧ મીમી, ડેડીયાપાડા ૧૦૯ મીમી, લુણાવાડા ૧૦૪ મીમી, ખેરગામ ૧૦૦ મીમી, વરસાદ નોંધાયો છે.

જ્‍યારે વ્‍યારા ૯૫ મીમી, વલસાડ ૮૭ મીમી, વાલોડ ૮૩ મીમી, ચીખલી અને કલોલ ૭૬ મીમી, ઘોઘંબા ૭૫ મીમી, નસવાડી અને બોડેલી ૭૧ મીમી, પાદરા અને જાંબુઘોડા ૭૦ મીમી, ડાંગં આહવા ૬૯ મીમી, ધનસુરા ૬૪ મીમી, સુબીર ૬૧ મીમી, સંખેડા ૫૯ મીમી સંતરામપુર અને કામરેજ ૫૮ મીમી, જેતપુર પાવી ૫૭ મીમી, પારડી અને શિનોર ૫૫ મીમી, અમદાવાદ અને કડાણા ૫૪ મીમી, વરસાદ નોંધાયો છે.

તેમજ ખંભાત અને ગોધરા ૪૯ મીમી, સોનગઢ ૪૮ મીમી, માંડવી ૪૭ મીમી, મોરવાહડફ ૪૫ મીમી, નિઝર ૪૪ મીમી, ખેડબ્રહ્મા ૪૨ મીમી, કવાંટ ૪૧ મીમી, તારાપુર, બારડોલી અને ગળતેશ્વર ૪૦ મીમી, બોરસદ ૩૮ મીમી, ધાનપુર ૩૭ મીમી, ડભોઇ ૩૬ મીમી, ઓલપાડ, પોસીના અને હાલોલ ૩૪ મીમી, વડોદરા ૩૩ મીમી, હિંમતનગર ૩૧ મીમી, માંગરોળ, નડિયાદ અને મહુવા ૨૮ મીમી, ગણદેવી ૨૭ મીમી, તથા દહેગામ ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍ય ના ૮૩ તાલુકા ઓ માં ૧ થી લઈ ૨૪ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે

(2:13 PM IST)