તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 26th June 2025
અમદાવાદમાં દે ધનાધન : ૩ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ : અનેક સ્થળે પાણી ભરાયા
પૂર્વ વિસ્તારમાં ધોધમાર તો પશ્ચિમમાં ધીમીધારે એન્ટ્રી : ઇસનપુર, વષાાલ, નારોલ, જશોદાનગરમાં વરસાદ ખાબક્યોઃ દાણીલીમડા, રાયપુર, રખિયાલ સહિતના વિસ્તારમાં વરસાદ : મણિનગર, ઓઢવ, નરોડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદઃ મણિનગર, કુબેરનગર આઇટીઆઇ તથા મીઠાખડી અંડર પાસ બંધ કરાયેલ

અમદાવાદ, તા. ર૬ : શહેરમાં વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની ફરી એકવાર પધરામણી થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. પહેલા અમદાવાદ પૂર્વમાં વરસાદ ખાબકયો હતો. ત્યાર બાદ પશ્ચિમમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો. જેનાં કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે વરસાદ પડવાથી ઠંડક થતા અમદાવાદીઓ મેઘરાજાને આવકારતા જોવા મળ્યા હતા.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ગઇકાલ સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ અને પ?મિ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ. ઇસનપુર, વષાાલ, નારોલ, જશોદાનગરમાં વરસાદ ખાબકયો હતો. દાણીલીમડા, રાયપુર, રખિયાલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. મણિનગર, ઓઢવ, નરોડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો
જો કે પશ્ચિમમાં શિવરંજની, સેટેલાઇટ, જોધપુર, ઇસ્કોન, પ્રહલાદનગર, જજીસબંગલો રોડ, ગોતા, નારણપુરા, શાષાીનગર, પલ્લવ, અંધજનમંડળ, હેલમેટ ચાર રસ્તા, ગુરૂકુળ રોડ, સિંધુભવન રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડયો હતો.
અમદાવાદ શહેરમાં સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે ગઇકાલે સાંજના ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં સરેસાશ બે ઈંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને લઈને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે
પૂર્વ વિસ્તારમાં ત્રણ કલાકમાં સૌથી વધુ મણિનગરમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો છે. જ્યારે ઓઢવ અને રખિયાલમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા એક કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર અને રામોલ તેમજ પ?મિ વિસ્તારના બોડકદેવમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, નરોડા, મેમકો, કોતરપુર, સૈજપુર ગરનાળા, એરપોર્ટ રોડ, સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જયારે પ્રહલાદનગર, રામદેવનગર, વષાાપુર, ગુજરાત યુનિવર્સિટી, ઇન્કમટેક્સ, વાડજ વિસ્તારોમાં પાણી ભરાયા હતા ભારે વરસાદને કારણે મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસને કુબેરનગર ITI અંડરપાસ અને મીઠાખડી અંડરપાસ વાહનચાલકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
