<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સુરતમાં પાણીના પૂર વચ્‍ચે પાસાના ઘોડાપૂર...૪ દિવસમાં વધુ ૧૬ ઝપટે

ખબરદાર.. બાંધકામ પડાવી નાખવાની ધમકી દ્વારા નાણાં પડાવવાનો ધંધો અને ગોમાસ વેચાણ.... સીપી અનુપસિંહ ગેહલોત જેલના સળિયા ગણતા કરી દેશે...આર. એસ. સુવેરા :વિવિધ સરકારી વિભાગો આવી અરજીઓથી કંટાળી લોકોને મામલો પૂર્ણ કરવા સલાહ આપતા હોવાની વાત થી પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્‍યા.....૧૦૦૦થી વધુ પાસા અભિયાન પાછળની કથા

રાજકોટ, તા.૨૬:  વિવિધ પ્રકારનાં ગુનેગારો પર પોલીસની જબ્‍બર ધાક બેસાડવા તથા કહેવાતાં આર. ટી્‌.આઈ એકટીવીસ્‍ટ અને  કહેવાતા પત્રકારો દ્વાર બિલ્‍ડરો, વ્‍યાપારીઓ અને ઉદ્યોગકારોને તેમના બાંધકામ ગેર કાયદે છે, અને પડાવી નાખવામાં આવશે તેવું જણાવી મોટી રકમની ખંડણી ઉઘરાવતા તત્‍વો વિરુદ્ધ ફરી વખત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વ્‍યાપક ઝુંબેશ શરૂ કરાવવામાં આવી હોવાનું PCB PI આર. એસ. સુવેરા દ્વારા અકિલા ને જણાવ્‍યું છે.  તેવો એ વિશેષમાં જણાવેલ કે જેમને ગૌમાતા ગણવામાં આવે છે તેવી ગોમાતા ની કતલ તથા ગૌમાસ વેચાણ કરનાર તત્‍વોને પણ પાસા હેઠળ પોલીસ કમિશનર દ્વારા ધકેલવામાં આવ્‍યા છે. PCB દ્વારા થયેલ દરખાસ્‍ત આધારે સીપી દ્વારા આવી કડક કાર્યવાહીથી ધર્મપ્રિય લોકો પોલીસ કમિશનર ઓફિસ પર રૂબરૂ આવી પોલીસ કમિ‘રશ્રી પર અભિનંદન વર્ષાવી રહ્યા છે.

પોલીસ કમિશનર દ્વારા સંનિષ્ઠ કાર્યકરો અને પત્રકારો બદનામ થાય તેવા કળત્‍ય સામે આકરા પગલા લેવાતાં ફફડાટ મચી ગયો છે. અલગ અલગ જગ્‍યાએ અરજીઓ કરવાથી જે તે વિભાગ પણ ખોટી રીતે શંકામાં ન આવે તે માટે ટેન્‍શનમાં રહે છે, અને ઘણા તો આવા તત્ત્વોને થોડી રકમ આપી સમાધાન કરી લેવાની સલાહ આપતા હોવાની હકીકત પણ સીપી સુધી પહોંચતા વ્‍યાપક ઝુંબેશ શરૂ થયાનું PCB પીઆઇ આર.એસ. સુવેરા દ્વારા જણાવ્‍યું છે.

જેમના નામ ભરત શિંદે અને સંગમપ્રસાદ છે. ભરતને રાજકોટ જેલ અને સંગમ પ્રસાદને અમદાવાદ જેલમાં મોકલી આપેલ છે.

એક હજારથી વધુ આવા તત્‍વોને જેલ ભેગા કરનાર સીપી અનુપસિંહ ગેહલોત દ્વારા છેલ્લા ૪ દિવસમાં વધુ ૧૬ ને પાસા કરતા ભયનું લખલખું પ્રસરી ગયાનું PCB PI આર. એસ સુવેરા એ જણાવેલ છે.

(2:11 PM IST)