<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા: પક્ષ વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી હકાલપટ્ટી

ઉમેશ મકવાણાએ રાજીનામુ આપતા હતું કે આપનો કાર્યકર્તા રહીશ અને ધારાસભ્ય પદેથી ભોટાદની જનતાને પૂછીને રાજીનામુ આપીશ.

વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ફરી ધારાસભ્યોની સંખ્યા 5 થઈ ગઈ છે. ત્યારે હવે ફરી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચર્ચામાં આવ્યા છે. ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. 

ગુજરાતમાં પેટાચૂંટણી બાદ AAPને એક બેઠક પર જીત મળતા AAPમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ બીજી બાજુ AAPના જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે સવારે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી અને આપના તમામ પદો પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. જો કે તેમણે કહ્યું હતું કે આપનો કાર્યકર્તા રહીશ અને ધારાસભ્ય પદેથી ભોટાદની જનતાને પૂછીને રાજીનામુ આપીશ.

 

ઉમેશ મકવાણાએ પાર્ટીને પૂછ્યા કે કહ્યા વિના જ આપના તમામ પદો પરથી રાજીનામુ આપતા AAP રિસાયું છે. કેમ કે ઉમેશ મકવાણાના તમામ પદો પરથી રાજીનામાની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

 

ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યાની માહિતી આપતા ઈસુદાન ગઢવીએ ટ્ટિટ કરીને માહિતી આપી હતી કે પક્ષ વિરોધી અને ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ બદલ આમ આદમી પાર્ટી 5 વર્ષ માટે ઉમેશ મકવાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કરે છે.

(2:08 PM IST)