<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અમદાવાદમાં બે દિવસ માટે અનેક રસ્તાઓ રહેશે બંધ :જાણો રથયાત્રાને લઈ નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું

જાણો શહેરમાં રથયાત્રાને લઈને કયા વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

અમદાવાદમાં 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે. આ ભવ્ય યાત્રાને લઈને શહેર પોલીસે ટ્રાફિક અને સુરક્ષાની ખાસ તૈયારી કરી છે. ત્યારે પોલીસે આજથી કેટલાક વિસ્તારોમાં 'નો પાર્કિંગ ઝોન' લાગુ કર્યા છે અને તેની સંબંધિત માહિતી સાથે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. ત્યારે જાણી લો શહેરમાં રથયાત્રાને લઈને કયા વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

 

અમદાવાદ પોલીસના જાહેરનામા મુજબ, અમદાવાદ શહેરમાં આગામી તા.27/6/2025 નાં રોજ જગન્નાથ મંદિરની 148મી નગર રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેરનાં નીચે જણાવેલ વિસ્તારોના જાહેરમાર્ગોને 'નો પાર્કીંગ ઝોન' જાહેર કરવામાં આવે છે.

 

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (BRTS રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ,ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔતમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર.

 

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.26/6/2025 ના કલાક 00.00 થી તા.27/6/2025ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

(1:08 PM IST)