<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અમદાવાદના નિકોલમાં ડમ્પરે અડફેટે લેતાં મોપેડ ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત

રાજુ નામના આરોપીએ સર્જ્યો હતો અકસ્માત: ટ્રક ચાલક પાસે સિટીમાં વાહન ચલાવવાની પરમિટ નહોતી.

અમદાવાદમાં નિકોલમાં ભક્તિ સર્કલ રોડ પર અકસ્માતમાં એકનુ મોત થયું છે. મોપેડ ચાલક યુવતીને ડમ્પરે અડફેટે લેતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડ્યો છે. રાજુ નામના આરોપીએ અકસ્માત સર્જ્યો હતો . ટ્રક ચાલક પાસે સિટીમાં વાહન ચલાવવાની પરમિટ  નહોતી.

 

(12:49 AM IST)