<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

મોડીરાત્રે ભરૂચ આણંદ મહીસાગર અરવલ્લી ભાવનગરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ: હવામાન વિભાગનું નાવ કાસ્ટ જાહેર

બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી મોરબી રાજકોટ ખેડા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા પાટણ જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ

 અમદાવાદ : રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વર્ષો છે અને હજી પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે 

      રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં અતિ ભારે, ભારે,મધ્યમ અને હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ભરૂચ આણંદ મહીસાગર અરવલ્લી ભાવનગરમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

  બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી મોરબી રાજકોટ ખેડા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા પાટણ જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દીવ દમણ દાદરા નગર હવેલી જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે  

 

(12:33 AM IST)