તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
રાજપીપળા ખાડા ફળીયાના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા બીજેપીના હોદ્દેદારોએ મુલાકાત લીધી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભારે વરસાદના કારણે રાજપીપળા વોર્ડ નં. ૨ ના ખાડા ફળિયા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું આવા સંજોગોમાં, સ્થાનીક લોકોની સમસ્યા સમજવા અને પાણી નિકાલની કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ભાજપાના રાજપીપલા શહેર પ્રમુખ અજીતભાઇ પરીખ, રવિભાઇ માછી. પિંકલભાઈ માછી, કેતનભાઈ કહાર સહિતના ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પૂરગ્રસ્ત પરિવારોની આપવીતી સાંભળી આશ્વાસન આપ્યું કે અમે તમારી સાથે છીએ અને તમામ પ્રકારની મદદ કરીશું.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
