<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

નર્મદા જિલ્લા વીએચપી અને બજરંગ દળ દ્વારા એક નવી પહેલ : જન્મદિવસે વૃક્ષારોપણ કરી ઉજવણી કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના નાંદોદ પ્રખંડના મંત્રી મહેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એક વડનું વૃક્ષ વાવીને દરેક હિન્દુભાઈ બહેનોને સંદેશ આપ્યો કે "દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ." કેક કાપવા કરતા વૃક્ષારોપણ કરીને જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ જે માત્ર ઉજવણી નથી, પણ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે.

એક વૃક્ષ માત્ર ઓક્સિજન આપે એવું નહીં, પરંતુ તે પંખીઓનું આશરો બને છે, ધરતીને હરિયાળી બનાવે છે અને આવનારી પેઢી માટે શુદ્ધ હવા આપે છે.
વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા અપીલ કરે છે કે જન્મદિવસના શુભ પ્રસંગે એક વૃક્ષ વાવીને ખુશી-ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિને પણ ભેટ આપીએ. "જન્મદિવસના દિવસે એક વૃક્ષ" જેવી પહેલથી પ્રકૃતિ સાથેનો સંબંધ મજબૂત થશે.


 

(11:36 PM IST)