<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

નર્મદા જિલ્લામાં 112 ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર : શાંતિપૂર્ણ રીતે થઈ મતગણતરી

ભચરવાડા ગામના વોર્ડમાં બે મહિલાને એક સરખા મતો મળતા ટાઇ પડતા એક દોઢ વર્ષના બાળક પાસે ચિઠ્ઠી પસંદ કરાવી જીત નક્કી કરી હતી.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાની 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓની મત ગણતરી રાજપીપળા ગરુડેશ્વર દેડીયાપાડા આમ વિવિધ મતગણતરી કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ, જેમાં  60 સરપંચો અને 523 જેટલા વોર્ડ સભ્યોની ચૂંટણી પ્રક્રિયા બાદ મત ગણતરી થઈ જેમાં કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા હતા. નાંદોદ તાલુકાની મહત્વની પંચાયતોમાં સરપંચ વિજેતા ઉમેદવાર શહેરાવ માં હેતલબેન દેવાંગકુમાર તડવી, નરખડીમાં મમતાબેન સતીષભાઈ વસાવા, પાટણા માં સંજયભાઈ કાલુભાઈ વસાવા ભચરવાડામાં રેણુકાબેન પ્રતાપભાઈ વસાવા, કુંવરપરા માં જીજ્ઞાશાબેન નિરંજનભાઈ વસાવા આમ ચૂંટણીની શાંતિપૂર્ણ રીતે ગણતરી થઈ હતી.

   ગણતરીમાં ભચરવાડા ગ્રામ પંચાયતમાં બે મહિલાઓ સભ્યોના ઉમેદવારો વચ્ચે ટાઇ પડતા બંને સભ્યોની સંમતિ લઈને તંત્ર દ્વારા એક ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને ચિઠ્ઠીમાં એક દોઢ વર્ષના ક્રિશ વસાવા નામના બાળકે ચિઠ્ઠી પસંદ કરતા સકીલાબેન વસાવા નામની મહિલાની જીત ચિઠ્ઠી ના આધારે નક્કી કરવામાં આવી હતી. જોકે બન્ને ઉમેદવારોએ આ નિર્ણય ને વધાવી લીધો અને જે બાળક પાસે ચિઠ્ઠી ઉછાળી તે બાળક ને ઇનામ રૂપે રોકડ રૂપિયા આપવામાં આવ્યા  હતા.
જોકે ટાઈ પડવાના કિસ્સા ઘણા ઓછા બનતા હોય છે. પણ મુખ્ય આર. ઓ મામલતદાર પદમાબેન ચૌધરીની હાજરીમાં આ પ્રક્રિયા કોઈ પણ વિવાદ વગર પૂર્ણ થઈ  હતી.


 

(11:28 PM IST)