<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

મહિસાગરમાં સામાન્ય વરસાદમાં જ તળાવની પાળ તૂટી ગઇ

ગામમાં રહેતા લોકોના જીવ અધ્ધર આવી ગયાઃવીરપુર તાલુકાના નાનસલાઈ ગામના તળાવની પાળ બે મહિના અગાઉ બનાવવામાં આવી હતી, છતાં પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે

વીરપુર,તા.૨૫

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નાનસલાઈ ગામના તળાવની પાળ બે મહિના અગાઉ બનાવવામાં આવી હતી, છતાં પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે.

 જિલ્લાના વીરપુર તાલુકાના નાનસલાઈ ગામે આવેલું તળાવ પહેલા અને સામાન્ય વરસાદમાં જ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. બે મહિના અગાઉ નાની સિંચાઈ અંતર્ગત માટી પૂરીને તળાવ ઉપર પાળ બનાવવામાં આવી હતી. જોકે તળાવની પાળ પર માટીનું પૂરણ બરાબર કરવામાં ન આવ્યું હતું, જેથી ગામ લોકો દ્વારા નાની સિંચાઈના કાર્યપાલક ઈજનેર એ. આર. શાહને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ગામ લોકોને 'વ્યવસ્થિત છે' કહી દિલાસો અધિકારી દ્વારા આપી ગામ લોકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતાહવે અહીંયા ચોમાસા સીઝનનો પહેલો વરસાદ ગત રાત્રિના રોજ પડ્યો હતો જેમાં રાત્રિ દરમિયાન માટી પૂરણ કરવામાં આવેલી પાળ ધોવાઈ ગઈ હતી જોકે તળાવમાં ઓછું પાણી હોવાના કારણે મોટી જાનહાનિ થતી ટળી હતી અગાઉ પણ આ તળાવ તૂટવાથી ૨૦૦ જેટલાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામ લોકોની તે બીક હજુ તો દૂર થઈ નથી ત્યાં ફરી તળાવની પાળ ધોવાઈ ગઈ છે. જેથી એક ડરનો માહોલ ગામ લોકોમાં જોવા મળી રહ્યો છે. ગત રાત્રિના તળાવની પાળ તૂટતાં નાની સિંચાઈના અધિકારીને જાણ કરવામાં આવતા, આજે ભ્રષ્ટાચારના ગાબડાં પૂરવા જેસીબી અને ટ્રેક્ટરથી ધોવાઈ ગયેલા ગાબડાં પૂરવામાં આવી રહ્યા છેગામ લોકોની નેક રજૂઆતો બાદ પણ અધિકારીએ ગામ લોકોની એક ન સાંભળી અને મનમાની ચલાવી કોન્ટ્રાક્ટર જોડે કામ કરાવવામાં આવતા આખરે પાળ તૂટી ગઈ છે. ત્યારે તળાવમાં પાણી વધુ હોત અને જો પાણી ઘરોમાં ફરી વળ્યાં હોત તો આખરે જવાબદાર કોણ? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છેનાનસલાઈ ગામના તળાવની પાળ ધોવાઈ જતા અધિકારીને ગામ લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી, જેથી નાની સિંચાઈના કાર્યપાલક ઈજનેર એ. આર. શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધોવાઈ ગયેલી પાળ ઉપર માટી પૂરણ કરાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે ગામ લોકો દ્વારા  ઘટનાસ્થળે આવેલા એ. આર. શાહ સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા વીડિયોમાં કેદ થયા છે.

(9:54 PM IST)