તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 25th June 2025
ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમાર ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા !!
સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી ગઇ: છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારને હારનો સ્વાદ ચાખવો પડ્યો

કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપને આઘાત લાગ્યો હતો. કારણ કે જેમા તેણે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી તે વિસાવદર સીટ હારી ગયું હતું. ત્યારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.
મોડાસાના ભાજપ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી શક્યા નહોતા. ભાજપની રકાસ સ્થિતિનો તાગ ગ્રામપંચાયતમાંથી જ મેળવી શકો છો. મોડાસાના જીતપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળસિંહ પરમારની 598 મતે જીત થઇ છે. સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ભીખુસિંહ પરમાર ન માત્ર ભાજપનાં ધારાસભ્ય છે પરંતુ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠ્ઠાના મંત્રી પણ છે. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારની આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે કિરણસિંહ પરમારને મળેલ મત - 751 જયારે વિજેતા ઉમેદવાર મંગળસિંહને મળેલ મત - 1374 મળ્યા હતા
અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલઢુંઢા પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા હતા. અહીં લડનારા બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી.
ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. જ્યાં પિતા પુત્ર સામસામે ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. જો કે બાપ તો બાપ હોતા હે કહેવતને સાચી ઠેરવતા પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ સરપંચ બન્યા હતા. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને હરાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ગલકુંડ ગામ આહ્વામાં આવેલું છે
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
