તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
અમદાવાદના વાતાવરણમાં પલટો :અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો
સેલા, સીલજ, બોપલ, સાઉથ બોપલ, એસજી હાઇવે સહિતના આસપાસના વિસ્તારમાં મેઘમહેર

અમદાવાદમાં ગઇકાલ આખો દિવસ કાળા ડિંબાગ વાદળો છવાયા રહ્યાં અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો.દરમિયાન અમદાવાદના વાતવારાણમાં પાળતો આવ્યો છે અમદાવાદમાં સેલા, સીલજ, બોપલ, સાઉથ બોપલ, એસજી હાઇવે સહિતના આસપાસના વિસ્તારમાં મોડી રાત સુધી ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો હતો.
વરસાદના કારણે સાઉથ બોપલ પાસે આવેલા ગાલા ગ્લોરી ફ્લેટ પાસેના વિસ્તારમાં સામાન્ય પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે સામાન્ય જન જીવન ખોરવાયું છે. જેના લીધે ઓફિસે આવતા જતા લોકોને તથા શાળાએ જતા બાળકોને મુશ્કેલી ઉભી થઈ છે. આ સિવાય પાણી ભરાવાને કારણે મચ્છરજન્ય રોગ થવાનો ભય પણ લોકોમાં રહે છે. ફલેટની બહાર પાણી ભરાતા ગંદકી ફેલાઈ રહી છે. તથા પાર્કિંગ એરિયામાં પાણી ભરાવાને કારણે રહેવાસીઓને વાહનો પાર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
