<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ગીરા નદીનો યુ-ટર્ન પોઈન્‍ટ એટલે વનદેવીનો નેકલેસ

ડાંગના ગીરા નદીના કેચમેન્‍ટ એરિયામાં લીલીછમ વનરાજી સાથે વહેતી નદીનું વહેણ જાણે વન દેવીના ગળામાં પહેરેલા સોનાના હાર જેવું પ્રતિત થાય છે. ધોધ પહેલા યુટર્ન પોઇન્‍ટનો આ નજારો અદભૂત છે. જે અહીંના લોકોમાં વન દેવીના નેકલેસ તરીકે જાણીતો છે. આ સ્‍થળે વન વિભાગ દ્વારા વ્‍યૂહ પોઇન્‍ટ કુટિર, શૌચાલય, ચા-નાસ્‍તાનો સ્‍ટોલ સહિત પીકનીક સ્‍પોટ વિકાસ કર્યો છે. આ સ્‍થળ સુરતથી ૭૦ કિ.મી.ના અંતરે આવેલું છે.

(10:06 AM IST)