<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

આણંદમાં રખડતા ઢોરનો આતંક :આખલાના અચાનક હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજા

અંબિકા ચોક ખાતે વિશ્વકર્મા હોલ પાસે રખડતા આખલાએ વૃદ્ધાને શિંગડે ચડાવી ગંભીર ઈજાઓ પહોંચાડી

આણંદ શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો છે. શહેરના અંબિકા ચોક વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા હોલ પાસે એક વૃદ્ધા પર આખલાએ અચાનક હુમલો કરતા અફરાતફરી મચી જવા પામી હતી.

આખલા વૃદ્ધાને શિંગડે ચડાવતા વૃદ્ધા ગંભીર ઇર્જાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

આણંદ શહેરના અંબિકા ચોક ખાતે વિશ્વકર્મા હોલ પાસે રખડતા આખલાએ વૃદ્ધાને શિંગડે ચડાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આખલાએ અચાનક વૃદ્ધા પર હુમલો કરતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આણંદ શહેરમાં તંત્રની બેદરકારીથી સામાન્ય જનજીવન જોખમમાં મૂકાયું છે. શહેરમાં રખડતા ઢોરોના કારણે છેલ્લા ઘણા સમયથી નાગરિકો ત્રાસી ગયા છે. છતાં તંત્ર રખડતા ઢોરોને પાંજરે પુરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. રખડતા ઢોરો મુખ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અને નાગરિકોની સલામતી માટે મોટો ખતરો ઊભો કરી રહ્યા છે.

(12:07 AM IST)