<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ગ્રામ પંચાયત ચૂંટણીમાં કુલ 3 કેન્દ્ર પર કાલે પુનઃ મતદાન

વડોદરા જિલ્લાના પાદરાની નરસિંહપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ 1 અને 2ના સભ્યપદના મતદાન મથક 1ના મતદારો માટે અનુસરવાની પ્રક્રિયામાં ભૂલ હોવાથી મથક પર ચૂંટણી રદ્દ કરાઈ હતી

અમદાવાદ :રાજ્યમાં તાજેતરમાં 3895 જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ હતી. જોકે મતપત્રોમાં પ્રતિકોના છાપકામમાં ભૂલ તથા મતપત્રો પ્રમુખ મતદાન અધિકારી પાસેથી ટોળા દ્વારા લઈ ગયાની બે ફરિયાદ ધ્યાન પર આવી હતી.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની નરસિંહપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ 1 અને 2ના સભ્યપદના મતદાન મથક 1ના મતદારો માટે અનુસરવાની પ્રક્રિયામાં ભૂલ હોવાથી મથક પર ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. આમ કૂલ ત્રણ કિસ્સામાં પુનઃમતદાન યોજવામાં આવશે. જે 24 જૂનના રોજ સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે.


 

(9:26 PM IST)