તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
બુધવારથી ટ્રફ લાઈન મધ્યપ્રદેશ આવતા ગુજરાતમાં ભારે વરસાદની શકયતા :અંબાલાલ પટેલની આગાહી
જુલાઈમાં પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે : સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

અમદાવાદ : 25 જૂનથી ટ્રફ લાઈન મધ્યપ્રદેશમાં આવશે જેથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, 25 જૂનથી ટ્રફ લાઈન મધ્યપ્રદેશમાં આવશે જેથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.25 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે.
આગામી 26 થી 30 જૂન સુધી બંગાળના ઉપસાગર સિસ્ટમ થવાથી ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઘણા ભાગોમાં પૂર આવવાની શક્યતા વર્તાઇ રહી છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનવાની શક્યતા છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
