<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

કોંગ્રેસને એક પછી એક ફટકો :પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાં બાદ પ્રદેશ પ્રવક્તા અમિત નાયક છ વર્ષ માટે સસ્પેન્ડ

સોશિયલ મીડિયામાં આતંરિક બાબતો અંગે નકારાત્મક પોસ્ટ કરી હોવાની કોગ્રેસે નોંધ્યું અને પક્ષ વિરોધી પ્રવૃતિ બાદ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

ગુજરાત કોંગ્રેસને એકબાદ એક ફટકા પડી રહ્યા છે. વાસ્તવમાં આજે ગુજરાતમાં યોજાયેલ કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ તરફ હવે આ હારની જવાબદારી સ્વીકારી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ કોંગ્રેસ માટે સૌથી મોટો ફટકો કહી શકાય છે. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાથી કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના રાજીનામાંના સમાચારની વચ્ચે વધુ એક સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચનાને આધારે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

પ્રાથમિક વિગતો મુજબ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. આ સાથે તેમણે સોશિયલ મીડિયામાં આતંરિક બાબતો અંગે નકારાત્મક પોસ્ટ કરી હોવાની કોગ્રેસે નોંધ્યું અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાના પુરાવા રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપાયા હતા. જે બાદમાં હવે રાષ્ટ્રીય અધ્યક્ષની સૂચના બાદ 6 વર્ષ માટે અમિત નાયકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ પેટાચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડીના પરિણામને શક્તિસિંહ ગોહિલે આઘાતજનક ગણાવ્યા છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પણ રેસના ઘોડા અને લગ્નના ઘોડા અંગે નિવેદન આપી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આ સાથે હજી ગઇકાલે જ જિલ્લા અને શહેર પ્રમુખોના નવા નામ જાહેર કર્યા બાદ હવે ખુદ પ્રદેશ પ્રમુખે જ રાજીનામું ધરી દીધું છે.

(6:53 PM IST)