તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી : ગોપાલ ઇટાલીયા
ગામડે - ગામડે દિકરીઓના કુમળા હાથે લીધેલા ‘દુખણા'નો વિજય થયો

રાજકોટ, તા.૨૩: ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ૧૭,૫૮૧ મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ૩૮,૯૦૪ મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ ‘જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા.
વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન અને બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આર્શીવાદનો વિજય થયો છે.'
આ પેટા ચૂંટણીમાં આપને કુલ ૭૫૯૦૬ મત મળ્યા હતા, જ્યારે ભાજપને ૫૮૩૨૫ અને કોંગ્રેસને ૫૪૯૧ મત મળ્યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂકયો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ૩૮,૯૦૪ મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને ૯૮,૮૩૬ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને ૫૯,૯૩૨ અને આપને ૩,૦૭૭ વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જ મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે.
આ અંગે વધુ વાત કરતા ઈટાલિયાએ કહ્યું કે, ‘મેં કારખાને કારખાને જઇને એ લોઢાની ભેગા હીરા ઘસતાં ઘસતાં પોતાની જાત ઘસે છે, ગુજરાતને ઉપર લાવવા માટે રત્નકલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પે્રમ આપ્યો, આર્શીવાદ આપ્યા, આશ્વાસન આપ્યું, મત આપ્યા તે બધાનો વિજય થયો છે. હું આ જીત ગુજરાત અને વિસાવદરની જનતામાં અર્પિત કરીને વિનમ્રભાવે ચૂંટણીના સર્ટિફિકેટને સ્વીકારું છું.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
