તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
સુરતમાં કે.પી. ગ્રુપ અને પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ચારધામ અને ઉમરાહ પ્રવાસની બીજી ટુર રવાના
પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઇ સવાણીને સૌએ આર્શિવાદ પાઠવ્યા

રાજકોટ, તા. ર૩: સુરતના કે.પી. ગ્રુપ તેમજ પી.પી. સવાણી ગ્રુપ સંગાથે ‘ચારધામ' તેમજ ‘ઉમરાહ' પ્રવાસ અંતર્ગત ગતરોજ મીટીંગ યોજવામાં આવી હતી જયારે તેમથી તા. ૨૦/૬/૨૦૨૫ રોજ નાત-જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ૩૦૦ ગંગા સ્વરૂપ બહેનો પૈકી દ્રિતીય ટુર ‘ચારધામ યાત્રા' રવાના થયા.
આ યાત્રાનો ઉદ્દેશ પી.પી. સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબધને વધુ ગાઢ બનાવા માટેનો છે જેથી કરી આ તમામ દીકરીઓના લગ્ન જીવન વધુ મજબુત બની રહે.
આજ રોજ સવારે ૯ કલાકે પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી ઉપસ્થિત રહી ઉધના રેલ્વે સ્ટેશનથી તાપ્તીગંગા એક્ષપ્રેસ સ્લીપર કોચમાં તમામ બહેનોને વ્યવસ્થિત બેસાડી દીકરીઓ દ્વારા ફૂલહાર અને કંકુ-તિલક કરી ખુશ ખુશાલ રવાના કરવામાં આવ્યા હતા. જેમાં પ્રયાગરાજ, અયોધ્યા, વારાણસી, છપૈયા જેવી અનેક ધાર્મિક સ્થળોએ ૬ દિવસ રહેવા-જમવાની તમામ વ્યવસ્થા અગાઉથી કરી રાખવામાં આવી છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
