તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
રાજયમાં ધોધમાર વરસાદને પગલે ૨૦૬ ડેમમાં નવા નીરની આવક ૮ ડેમ ૧૦૦ ટકા ભરાયાઃ ૧૪ જેટલાં ડેમો હાઈએલર્ટ પર
૨૬ ડેમ ૭૦-૧૦૦ ટકા, ૨૨ ડેમ ૫૦-૭૦ ટકા, ૫૭ ડેમ ૨૫-૫૦ ટકા અને ૯૯ ડેમ ૨૫ ટકાથી નીચેના સ્તરે ભરાયેલાઃ ૧૪ ડેમને હાઈ એલર્ટ, ૯ ડેમને એલર્ટ અને ૧૧ ડેમને લઈને વોર્નિંગ અપાઇ

રાજકોટ, તા.૨૩: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં આવેલા નદી-ડેમ છલકાયા છે. હવામાન વિભાગે રવિવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને ડેમને લઈને આંકડાકિય માહિતી જાહેર કરી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૯ તાલુકામાં સરેરાશ ૧૫.૦૪ મિ.મી. વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે ૨૦૬ ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં ૮ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે અને ૧૪ જેટલાં ડેમો હાઈ એલર્ટ પર છે
હવામાન વિભાગ મુજબ, આજે ૨૨ જૂનની સાંજે ૪ વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો, ૪૫૪.૯૮ ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને ૩૮૯.૯૬ ફૂટ હાલનું પાણીનું સ્તર છે. જેમાં ૮ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે, જ્યારે ૨૬ ડેમ ૭૦-૧૦૦ ટકા, ૨૨ ડેમ ૫૦-૭૦ ટકા, ૫૭ ડેમ ૨૫-૫૦ ટકા અને ૯૯ ડેમ ૨૫ ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં ૧૪ ડેમને હાઈ એલર્ટ, ૯ ડેમને એલર્ટ અને ૧૧ ડેમને લઈને ર્વોનિંગ આપવામાં આવી છે. (૩.૫)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
