તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
એરપોર્ટ પર ચેકિંગમાં આધેડે કહ્યું, મારી પાસે બોમ્બ છે. મુસાફરની આ ધમકીથી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઈ

વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. 51 વર્ષીય આધેડે એરપોર્ટ પર ચેકિંગમાં કહ્યું, મારી પાસે બોમ્બ છે. મુસાફરની આ ધમકીથી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવાનો હતો તે મુસાફરને અટકાયતમાં લઈ પોલીસ પૂછપરછ હાથ ધરી છે.
વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સહિત તપાસ એજન્સીઓ કામે લાગી હતી. મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 51 વર્ષીય આધેડે એરપોર્ટ પર ચેકિંગમાં કહ્યું હતુ કે, મારી પાસે બોમ્બ છે. આ વાત સાંભળતા જ પોલીસ સહિત તપાસ એજન્સીઓ એ લોકોને એલર્ટ કર્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ મુસાફરની ધમકીથી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ શખ્સ પાસે બોમ્બ હોવાની વાતથી ચેકિંગ કરવાની સાથે અટકાયત કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મુસાફર વડોદરાથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવાનો હતો. જોકે પોલીસે મુસાફરને અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સહિતની તપાસ એજન્સીઓનું વડોદરા એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટમાં એક કલાક સુધી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને આખરે ચેકિંગનાં અંતે ફ્લાઇટ તેમજ એરપોર્ટ પરથી કઇ ન મળ્યું. બોમ્બની ધમકી આપનાર શખ્સ માનસિક અસ્વસ્થ નિકળ્યો હતો. વડોદરાનાં રહીશ મુસાફરને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવાયો છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
